Police Constable & PSI Bharti 2025-26(પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી)

  • પોલીસ કોન્સ્ટેબલ અને પો.સ.ઇ (PSI) નોટિફિકેશન 13591 ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવ્યું, જેમા પો.સ.ઇ ની ૮૫૮ જગ્યાઓ અને પોલીસ કોન્સ્ટેબલ ની ૧૨૭૩૩ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામા આવેલ છે.જેની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે.

પોલીસ કોન્સ્ટેબલ અને PSI મુખ્ય તારીખો અને સમયપત્રક

૦૩ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલ સત્તાવાર સૂચના અનુસાર,GPRB ૨૦૨૬ ભરતી પ્રક્રિયા માટેની તારીખ  નીચે મુજબ છે:

• ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: ૦૩ ડિસેમ્બર ૨૦૨૫

• ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી )

• ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: ૨૬/૧૨ /૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી)

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી ૨૦૨૫-૨૬ કુલ ખાલી જગ્યાઓ (પુરુષ+સ્ત્રી)

Police Constable and PSI recruitment 2025/પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી

નોંધ: ખાલી જગ્યાઓ કામચલાઉ છે, અને રાજ્યવાર અને શ્રેણીવાર વિગતવાર વિતરણ SSC ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે

પોલીસ કોન્સ્ટેબલ અને PSI પાત્રતા માપદંડ

૧. રાષ્ટ્રીયતા

ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ.

૨. શૈક્ષણિક લાયકાત

• ઉમેદવારોએ 03 જાન્યુઆરી 2026 ના રોજ અથવા તે પહેલાં 12 મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

૩. વય મર્યાદા

• પોલીસ કોન્સ્ટેબલ માટે ૧૮ થી ૩૩ વર્ષ. (ઉપરની વયમાં છૂટછાટ સરકારી ધોરણો મુજબ રહેશે. )

• પો.સ.ઇ માટે ૧૮ થી ૩૫ વર્ષ. (ઉપરની વયમાં છૂટછાટ સરકારી ધોરણો મુજબ રહેશે. )

૪.અરજી ફી

• જનરલ કેટેગરી ના ઉમેદવારો માટે.

કોન્સ્ટેબલ ₹ ૧૦૦ + બેંન્ક ચાર્જ
પો.સ.ઇ₹ ૧૦૦ + બેંન્ક ચાર્જ
કોન્સ્ટેબલ +પો.સ.ઇ₹ ૨૦૦ + બેંન્ક ચાર્જ

• SC/ST/માજી સૈનિક/ ઉમેદવારો માટે કોઈ ફી નથી.

પોલીસ કોન્સ્ટેબલ અને PSI માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

• ગુજરાત પોલીસ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in ની મુલાકાત લો.

• “કોન્સ્ટેબલ ભરતી ૨૦૨૬ ઓનલાઇન અરજી કરો” પર ક્લિક કરો.

• જો ફક્ત પો.સ.ઇ મા અરજી કરવા માટે તેમા ક્લિક કરવુ. ફક્ત કોન્સ્ટેબલ મા અરજી કરવા માટે તેમા ક્લિક કરો. અને જો બન્નેમા અરજી કરવા બન્ને (Both) પર ક્લિક કરવુ.

• માન્ય મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરીને નોંધણી કરો.

• વ્યક્તિગત, શૈક્ષણિક અને સંદેશાવ્યવહારની વિગતો ભરો.

• ફોટો, સહી અને પ્રમાણપત્રો જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

• ઓનલાઈન ચુકવણી પદ્ધતિઓ દ્વારા અરજી ફી ચૂકવો.

• ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરો.

પોલીસ કોન્સ્ટેબલ માટે અરજી કરવા માટેની સત્તાવાર લિંક પર ક્લિક કરો.

પોલીસ કોન્સ્ટેબલ અને PSI ને લગતી વધારાની માહિત ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી લેવી.

ઓનલાઈન અરજી કરવા માટેની લિંક👉 Click Here
સૂચના PDF ડાઉનલોડ કરવા માટેની લિંક👉 Click Here

ITI ઉપર ૧૨ પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકે. ?

હા, ધોરણ-૧૨ સમકક્ષ ગણાય

ટેટુ/ છુંદણા હોય તો ફોર્મ ભરી શકાય ?

ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય ?

ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

તુટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય ?

ફોર્મ ભરી શકાય પરંતુ નિમણુક પુર્વે મેડીકલ પરિક્ષણમાં પાસ થવાનું રહેશે.

વેઈટીંગ લીસ્ટ (પ્રતિક્ષયાદી)ની જોગવાઇ છે?

હા

Leave a Comment

Index